About Me

મારો પરિચય
About Me

સંજય રાવલ

સંજય મેનાબેન રાવલ  એ “ભયમુક્ત જીવન અને વ્યક્તિત્વ વિકાસ” માટેના એક બહુ જાણીતા ગુજરાતી સ્પીકર છે.  વ્યવસાયે તેઓ એક બિલ્ડર, લેખક અને “વિટામીન શી” ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર છે. તેઓ બૂકસ્ટોર, જીમ, લાઈફસ્ટાઈલ સ્ટોર અને હોટેલ પણ ધરાવે છે.  તેઓ રોજબરોજના ઉદાહરણો દ્વારા સાચી તથા એકદમ ઉપયોગી માહિતી સમજાવવાની ગજબની ક્ષમતા ધરાવે છે. તેઓ વ્યક્તિઓને ભયમુક્ત જીવન, વ્યકિતત્વ વિકાસ અને હકારાત્મક જીવન જીવવા માટે પ્રેરણા આપે છે. ઘણી જ જાણીતી સંસ્થાઓ, સ્કૂલ, કોલેજ અને કંપનીઓની ખાસ ઇવેન્ટ્સમાં તેઓને “ભયમુક્ત જીવન અને વ્યક્તિત્વ વિકાસ” ના સેમીનાર માટે લગભગ ૫ વર્ષથી આમંત્રિત કરવામાં આવે છે સંજય રાવલના બધા જ સેમીનાર વિનામૂલ્યે કરવામાં આવે છે. તેઓ આ બધાજ સેમીનાર કોઈ પણ પ્રકારના વળતરની અપેક્ષા વિના કરે છે. તેઓના જીવનનો હેતુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને તેઓમાં વિશ્વાસ જગાડવાનો, વાંચન અને કસરત માટે પ્રોત્સાહન આપવાનો છે. તેઓએ છેલ્લા ૫ વર્ષમાં ૧,૧૦૦ થી વધારે સેમીનાર કર્યા છે.

સંજય રાવલ – સફર

સંજય રાવલનો જન્મ એક મધ્યમવર્ગીય બ્રાહ્મણ કુટુંબમાં પાલનપુર (ગુજરાત) માં ૫-૯-૧૯૬૬ ના દિવસે થયો. તેઓના પિતાની ૧૦૦ સ્ક્વેર ફૂટની નાની ભાડાની દરજીની દુકાન હતી. તેમણે ત્યાંથી જીવનની સફર શરૂ કરી અને તેમનું જીવન આ ખાડાટેકરાવાળા માર્ગથી પસાર કરીને સ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એ વખતે તેઓના જીવનમાં બે વસ્તુ આવી – વાંચન અને કસરત. તેમને બી.એસસી (કેમેસ્ટ્રી) નો અભ્યાસ ૧૯૮૭માં પાલનપુર સાયન્સ કોલેજથી અને એલએલબીનો અભ્યાસ ૨૦૧૧માં પાલનપુર લૉ-કોલેજથી કરેલો છે. તેમના બિઝનસની શરૂઆતમાં તેમને  વિશ્વાસઘાત અને છેતરપિંડીનો કડવો અનુભવ થયો. તેમણે તેમના મોટાભાઇની મદદથી આ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો પ્રયત્ન કર્યો. ત્યારે તેમને વિશાળ નાણાકીય નુકશાનનો પણ સામનો કરવો પડ્યો હતો. લગ્ન પહેલા તેમના પિતાનું અવસાન થયું. જ્યારે પરિસ્થિતિ ધીરે ધીરે સામાન્ય બની રહી હતી ત્યારે તેમના મોટાભાઇ ૨૦૦૧માં કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા અને ત્યાંથી તેમના વાસ્તવિક જીવનની સફરની શરૂઆત થઇ. છેલ્લા ૫ વર્ષથી અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી છે.

તેઓનું સ્વપ્ન ગુજરાતની સૌથી મોટી બિન-શૈક્ષણિક, કુશળ, સર્જનાત્મક યુનિવર્સીટી ખોલવાનું છે.

 

સંજય રાવલના સેમીનાર માટેની વધારે જાણકારી માટે સંપર્ક કરો.

ફોન: +૯૧ ૭૬૯૮૫ ૩૪૯૨૨ (મેનેજર – સમય : ૧૨:૦૦ થી ૬:૦૦) / +૯૧ ૯૭૨૭૭ ૮૩૩૭૭ (ઓફીસ)

 

યુટ્યુબ : youtube.com/sanjaymsraval

ઇન્સ્ટાગ્રામ : instagram.com/sanjaymsraval

ફેસબુક:  facebook.com/sanjaymsraval

ટ્ વીટર : twitter.com/sanjaymsraval

વેબસાઈટ: www.sanjaymsraval.com

 

SANJAY RAVAL

Sanjay Menaben Raval is one of the well-known Gujarati speaker on Fearless Life and Personality Development. By profession he is builder, author and a producer of the Gujarati Film “Vitamin she”. He runs Bookstores, Fitness Zone (Gym), Lifestyle Store and Hotel. He has ability to deliver original and useful insights via daily routine examples. He motivates individuals to live fearless life, develop personality and live life positive way. For nearly 5 years, many of the well-known organization, schools, colleges, companies have invited him for seminar on Fearless Life and Personality Development for their events. All the seminars conducted by Mr. Sanjay Raval are pro bono. He has done more than 1100 seminars in last five years.

Sanjay Raval – The Journey

Sanjay Raval was born on 5th September, 1966 in Palanpur (Gujarat) in a middle class Brahmin family. His father had a small rented tailoring shop of 100 square feet. He started the journey of life from there and was trying to stabilize his journey passing through the bumpy road of life. He came across two things in life then – reading and exercise. He studied B.Sc. (Chemistry) in 1987 from Palanpur Science College and LLB in 2011 from Palanpur Law College. In the beginning of his business, there were bitter experience of betrayal and cheating. He tried to come out of this situation with his elder brother’s help. They even faced huge financial loss. His father died before his marriage. When things were getting right his elder brother died in car accident in 2001 and his real journey has started from there. From Last 5 years he has made Ahmedabad his Karmabhoomi..

He has a  dream of opening a largest Non-educational, Skilled and Creative University of Gujarat.

 

For more information on how to book a seminar with Sanjay Raval contact on

Phone: +91 76985 34922 (Manager – Call between 12:00 pm to 6:00 pm) / +91 97277 83377 (Office)

 

Youtube:    youtube.com/sanjaymsraval 

Instagram:   instagram.com/sanjaymsraval

Facebook:   facebook.com/sanjaymsraval

Twitter:  twitter.com/sanjaymsraval

Website: www.sanjaymsraval.com